ગામડામાં જ મળશે રેશન કાર્ડ સહિતની 22 પ્રકારની સરકારી સેવાઓ, નહીં જવું પડે તાલુકા કે જિલ્લા કક્ષાએ, જાણો શું છે આ સેવાઓ…

SHARE THE NEWS

Gandhinagar:  મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે ડિજિટલ સેવા સેતુ  (Digital Seva Setu)કાર્યક્રમની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડા(Village)ઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે.

રેશન કાર્ડ સંબંધિત સેવાઓ, આવક-જાતિના દાખલા, સિનિયર સીટીઝન સર્ટીફિકેટ, લઘુમતી સર્ટીફિકેટ, વિધવા સર્ટીફિકેટ સહિતની સેવાઓ હવે ગ્રામ પંચાયત કચેરીએથી જ થશે.

8 ઓક્ટોબર 2020 થી ગુજરાત સરકાર અમલમાં મુકશે ડિજિટલ સેવાઓ.

પહેલા તબક્કામાં 2000 ગ્રામ પંચાયત(Gram Panchayat) અને આગામી ડિસેમ્બર સુધીમાં 8000 ગ્રામ પંચાયતોને આવરી લેવાશે.

આગળ જતાં 50 જેટલી સેવાઓ આવરી લેવાશે.

વિવિધ સેવાઓ માટે સોગંદનામું કરવાની સતા હવે નોટરી, તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે.

 1,162 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: