Report by Rahul Vegda, Jetpur
ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત યુવતી કઈ બોલી ના શકે તે માટે તેની જીભ કાપી નાખવામાં આવી હતી, અને સમગ્ર મામલા પર પડદો પડી જાય તે માટે થઈને ઉત્તરપ્રદેશ પોલીસે પરિવારની પરવાનગી વગર જ પીડિત યુવતીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
આવા જઘન્ય કૃત્ય પર ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસી રહી છે.
આ દુષ્કર્મ/હત્યા મામલે જેતપુર મેઘવાળ તેમજ વાલ્મિકી સમાજના યુવાનો સવારે ધરણા પર ઉતરી ગયા હતા.
આરોપીઓને ફાંસી દેવાના નારાઓ જોરશોરથી ઉચ્ચારવામા આવ્યા હતાં. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલી ઘટના સમગ્ર દેશમાં રોષ ફેલાઈ ગયો છે.
દોષીતોને સજા અપાવવા અને પીડિતાને ન્યાય અપાવવા દેશ ભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
ત્યારે આજે જેતપુર શહેર/તાલુકાના ભીમ સૈનિકો અને વાલ્મિકી સમાજના યુવાનોની જેતપુર સીટી પોલોસે અટકાયત કરી હતી.