7 લાખ પરપ્રાંતીય કામદારોને સુરત ખાતેથી પોતાના વતન તરફ પહોંચાડવામાં આવ્યા

SHARE THE NEWS

સુરત જિલ્લા વહિવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા, રેલ્વે તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, અગ્રણીઓના સાથ સહકાર તથા મહામહેનતરૂપે પશ્વિમ બંગાળના ભાવરા ખાતે 445મી ટ્રેન ગઇ રાત્રે 8.00 વાગ્યે ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થઈ હતી.

આમ સૂરત ખાતેથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, તેલગણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન રાજયના લગભગ 7 લાખ જેટલા શ્રમિકો/કામદારોને  સલામત રીતે તેમના માદરે વતન પહોચાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની વખતો વખતની ગાઇડલાઇન્સ તેમજ રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અને નિયત કરેલ કાર્યપધ્ધતિ અનુસાર સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા, આરોગ્ય તંત્ર, પશ્ચિમ રેલવે તથા પોલીસ ખાતાના સુંદર સંકલનથી શ્રમિકોને પોતાના વતન ખાતે મોકલવાનું આયોજન ગોઠવવામાં આવ્યુ હતુ.

જેમાં રાજ્યવાર શ્રમિકોની યાદી સંબંધિત રાજ્ય સરકારશ્રીને મોકલી તેઓના પરામર્શમાં પશ્ચિમ રેલ્વેના સંકલનમાં તબક્કાવાર ટ્રેન તથા ખાનગી વાહન/બસ મારફત મોકલવાનું આયોજન કરવામાં આવેલ હતું. આ વ્યવસ્થામાં કેંદ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યપધ્ધતિ અન્વયે તમામની મેડીકલ તપાસ, થર્મલ સ્ક્રીનીંગ, સોસીયલ ડીસ્ટન્સીંગની જાળવણી, માસ્ક, સેનીટાઇઝર વગેરે બાબતો ધ્યાનમાં રાખી આરોગ્ય તંત્ર તથા પશ્ચિમ રેલ્વેના સંકલનમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *