જેતપુર:એક શ્રમિક પરિવારની સગીર દીકરી પર છરીની અણીએ દુષ્કર્મ!

SHARE THE NEWS

જેતપુર :- જેતપુર શહેરમાં ઘણા સમયથી ગંભીર પ્રકારના ગુન્હાઓનો પ્રમાણમાં મોટો વધારો થયો છે જેમાં એક સગીરા સાથે ગેંગ રેપની ઘટના હજુ તાજી જ છે ત્યાં એક શ્રમિક પરિવારની સગીર દીકરી પર છરીની અણીએ દુષ્કર્મ થયું હોવાની ફરીયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

(પ્રતીકાત્મક ફોટો)

શહેરના જુનાગઢ રોડ જલારામ મંદિર પાસે ઝુપડા બાંધીને રહેતા શ્રમીક પરિવારની સગીરવયની પર બાજુમાં જ ઝૂંપડું બાંધીને રહેતા બદુ હકુ વાઘેલાએ ત્રણકે માસ પહેલા છરીની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલ જેથી આ બાબતે સગીરાના માતા પિતા સગીરાને સાથે લઈ બદુને સમજાવા જતા બદુ તથા તેનો ભાઇ બાવ બંન્નેએ ઉશ્કેરાઇ ગયા અને પ્રથમ બેફામ ગાળો આપી લોખંડના પાઇપ વડે ત્રણેય ઉપર હુમલો કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડેલ જ્યાં સગીરાના પિતાની ફરીયાદ પરથી પોલીસે બદુ અને બાવ બંન્ને ભાઈઓ વિરુધ્ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ જીપી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે સગીરા પર છરીની અણીએ દુષ્કર્મ આચરનાર બદુ હકુભાઇ વાઘેલા વિરુધ્ધ સગીરાની માતાની ફરીયાદ પરથી દુસ્કર્મ ની ફરિયાદ નોધી હતી.

 1,286 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: