ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ (GVTKM) દ્વારા પશ્વિમ ગુજરાત વિજકંપની લી (PGVCL) જેતપુર (Jetpur)ના કાર્યપાલક ઈજનેર (Executive Engineer) ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા ટેક્નિકલ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
PGVCL જેતપુરમાં GSO-4 મુજબ સ્ટાફ સેટઅપ કરવાની કરવામાં આવી માગ
જેતપુર: GVTKM એટલે કે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળન દ્વારા PGVCL જેતપુર ડીવીઝનનાં કાર્યપાલક ઇજનેર દવે સાથે ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો બાબતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
MMG ગેંગની નિમણુંક કરવાની કરવામાં આવી માગ
આ મીટીંગમાં કર્મચારીઓને છુટાં કરવાં, વિલેજપ્રથા બંધ કરીને બે વ્યક્તિને ફીલ્ડમાં મોકલવા,GSO-4 મુજબ સ્ટાફ સેટઅપ કરવામાં આવે અને MMG ગેંગની નિમણુંક કરવામાં આવે તેમજ ટેકનીકલ કર્મચારીઓના નાના મોટા પ્રશ્નો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સેફટીના સાધનો સમયસર ટેક્નિકલ સ્ટાફને આપવા માટે કરવામાં આવી રજુઆત
કાર્યપાલક ઇજનેરએ લાંબો સમય ફાળવીને ટેકનીકલ કર્મચારીઓને લગતાં પ્રશ્ર્નોના નિરાકરણ કરવા માટે ખાત્રી આપી હતી. આ મીટીંગમાં લીગલ સેક્રેટરી ભરત મુસડીયા જોઇન્ટ સર્કલ સેક્રેટરી સી.આર. બાંભણિયા અને ડીવીઝનલ સેક્રેટરી આર.સી. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ રજુઆત એક્ઝિક્યુટિવ એન્જિનિયર દવે દ્વારા સાંભળવામાં આવી હતી અને તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી.