Dinesh Rathod,
Jetpur: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. 22/11/2023, બુધવારના રોજ 11:00 કલાકે, મામલતદારની કચેરી, તાલુકા સેવા સદન, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.
જેમાં સંબંધકર્તા લોકોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે.
અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી” એમ લખવાનું રહેશે.
એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા. 10/11/2023 સુધીમાં રજૂ કરવી. ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ, તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ.પી.અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.