Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ

SHARE THE NEWS
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

Dinesh Rathod, Jetpur
Rajkot News: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો (Migrant laborers) દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચરે કરેલા આદેશો મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ કારખાના, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલા

તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટએ પોતાના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો, ભાગીયા હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટના ભાગીયા, કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી નિયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશન (Police Station)ને રજૂ કરવાનું રહેશે. તા. 31/12/2023 સુધી અમલમાં રહેનાર આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *