Statue of Dr Babasaheb Ambedkar: સુપ્રીમ કોર્ટ (Supreme Court Of India)ના ઈતિહાસમાં આ વખતનો બંધારણ દિવસ (National Constitution Day 2023) પણ અલગ છે. દેશના મોટા ભાગના સ્થળોએ દરેક નાના-મોટા શહેર, નગર અને ગામડાઓમાં બાબાસાહેબ ડો. આંબેડકર (Dr Baba Saheb Ambedkar)ની પ્રતિમા હાથ ઉંચા કરીને લોકોને આગળ વધવાની પ્રેરણા આપતી જોવા મળે છે. ન્યાયશાસ્ત્રી ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud)ની પહેલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ ફૂટ ઊંચા આધાર પર ડૉ. આંબેડકરની સાત ફૂટ ઊંચી પ્રતિમા વકીલના પોશાકમાં છે. તેમણે વકીલની જેમ ગાઉન અને બેન્ડ પહેર્યા છે અને એક હાથમાં બંધારણની નકલ છે.
આ પણ વાંચો: ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે!
આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં ઈતિહાસ રચાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ. એટલે કે બંધારણના પ્રહરીના આંગણે બંધારણના નિર્માતા. 26 નવેમ્બર 1949ના રોજ, બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આપણે 2015થી બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ?
સુપ્રીમ કોર્ટ સંકુલમાં અત્યાર સુધીમાં બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. એક છે મધર ઈન્ડિયા (Mother India)નું ભીંતચિત્ર જે ભારતીય મૂળના બ્રિટિશ કલાકાર ચિંતામણિ કાર દ્વારા બનાવવામાં આવ્યું છે. બીજી પ્રતિમા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની બ્રિટિશ શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્રતિમા ભારતમાં જન્મેલા અને ભારતીય નાગરિક કલાકાર નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ
સુપ્રીમ કોર્ટ સંકુલમાં ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૂચન કર્યું હતું કે, પ્રતિભાશાળી યુવાનોને પસંદ કરવા અને ન્યાયતંત્રના નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર સુધી તેમની પ્રતિભાને નિખારવા માટે અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચના કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધતા, તેમણે પ્રકાશ પાડ્યો કે પૈસા અને ભાષા લોકોને ન્યાય મેળવવામાં અવરોધો તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે ન્યાયની પહોંચ સુધારવા માટે સમગ્ર વ્યવસ્થાને નાગરિક કેન્દ્રિત બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો: Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!