Dalit Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit/ News for India Wed, 02 Mar 2022 12:04:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Dalit Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit/ 32 32 174330959 શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/ http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/#respond Wed, 02 Mar 2022 11:07:39 +0000 https://revoltnewsindia.com/?p=6664 ડો. આંબેડકરનું કાલારામ મંદિર સત્યાગ્રહ, 02 માર્ચ 1930

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

કાલારામ મંદિર Kalaram Temple મહારાષ્ટ્રમાં Maharashtra નાસિક Nasik જિલ્લાના પંચવટી Panchvati પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા 1782 માં નાગર શૈલીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે 1788 માં પૂર્ણ થયું હતું.  મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે, તેથી તેને કાલારામ મંદિર કહેવામાં આવે છે.  ભારતના દલિત આંદોલન Dalit Movement માં આ મંદિરનો પોતાનો ઇતિહાસ છે.

2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો

હકીકતમાં ડો. આંબેડકર Dr Bhimrao Ambedkar ના પત્ની રમાબાઈ સહિત સમાજના તમામ લોકો કે જેમને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે મંદિરમાં જવા માંગતા હતા.  તેમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ હતી, પરંતુ તે મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે બંધ હતા.  બાબાસાહેબ ઇચ્છતા હતા કે દલિત સમાજના લોકો ધર્મ છોડીને શિક્ષણ પાછળ દોડે, કારણ કે તેમનો ઉદ્ધાર ફક્ત શિક્ષણ દ્વારા જ   સંભવ હતો, નહીં કે મંદિર પ્રવેશ દ્વારા.  પરંતુ તેમને સમજાવવા મુશ્કેલ હતા. માટે ડો. આંબેડકરે તેમની અસ્પૃશ્ય સમાજ-Untouchable community ની આંખો ખોલવા માટે 2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આ આંદોલન અસ્પૃશ્યોના મંદિરમાં પ્રવેશ માટે ચલાવાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સમાજના લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો.  ડો. આંબેડકરે સવર્ણ હિન્દુઓને પૂછ્યું કે ‘જો ભગવાન દરેક લોકોના છે, તો શા માટે માત્ર થોડા લોકોને જ તેમના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.  પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગનો વિરોધ કરતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો

કોઈ અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે પોલીસે સમગ્ર મંદિરને ઘેરી લીધું હતું.  શહેરના સવર્ણ હિંદુઓએ આ સત્યાગ્રહીઓને ભગાડવા માટે પથ્થરો વડે હુમલો કર્યો.  આ હુમલામાં ડો.આંબેડકર પણ ઘાયલ થયા હતા.  આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો, પરંતુ મંદિરનો દરવાજો ન ખૂલ્યો.  દલિત વર્ગના લોકો મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી નિર્ણાયક લડાઈ લડવા માંગતા હતા, પરંતુ ડૉ. ભીમરાવ આંબેડકર તેની તરફેણમાં ન હતા.  તેથી તેમણે તેને સ્થગિત કરી દીધું.

ડો. આંબેડકરે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી

આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મંદિર આંદોલન એટલા માટે કરવામાં આવ્યું નથી કે જેથી મંદિરમાં બેઠેલા ભગવાન અસ્પૃશ્યોના દુઃખ દૂર કરે, પરંતુ અસ્પૃશ્યોને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થાય તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.  તેમને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. આ સત્યાગ્રહથી તેમનો ઉદ્દેશ્ય પૂરો થયો છે અને તેથી મંદિર પ્રવેશ આંદોલનની હવે જરૂર નથી.  તેના બદલે તેમણે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

નોંધ: આ લેખ બહુજન કેલેન્ડરનામની પુસ્તકમાં હિંદીમાં છપાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. આ લેખનો ગુજરાતી અનુવાદ કરનાર જર્નલિસ્ટ દિનેશકુમાર રાઠોડ છે. તેમના મો. +91 9879914491 છે.

Loading

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/feed/ 0 6664
ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/ http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/#respond Wed, 23 Feb 2022 16:22:26 +0000 https://revoltnewsindia.com/?p=6515 Insulting Dr. Ambedkar is a punishable offense of five years

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>

કર્ણાટકના (Karnataka) જિલ્લા જજ મલ્લિકાર્જુન ગૌડાએ; 26 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિને (Republic day of India) આયોજિત સમારંભમાં મંચ ઉપર ગાંધીજીની (Gandhiji) તસ્વીરની બાજુમાં ડો.આંબેડકર (Dr B R Ambedkar) ની તસ્વીર હતી. તે હટાવી દેવાની સૂચના કરતા ડો. આંબેડકરની તસ્વીર ત્યાંથી દૂર કરવામાં આવી હતી. ડો. આંબેડકરનો આ અનાદર હતો.

જેથી બેંગલુરુમાં 19 ફેબ્રુઆરી 2022ના રોજ દોઢ લાખ દલિતો (Dalit federations) એ એક જબરજસ્ત વિરોધ-રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું સમાપન ફ્રીડમ પાર્ક (Freedom park Karnataka) ખાતે થયું હતું; ત્યાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને જજ સામે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આ શક્ય નથી, કેમકે ગુજરાતમાં દલિતો ઉપર સત્તાપક્ષના ‘હિન્દુત્વ’એ કબજો કરી લીધો છે!

આ પણ વાંચો

જજની બદલી થઈ ગઈ છે. બદલી એ સજા નથી. જજને ફરજમોકૂફ કરવા તથા તેમની સામે FIR નોંધવાની માંગણી દલિતો કરી રહ્યા છે. જજની દલીલ છે કે ડો. આંબેડકરનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો ! દરમિયાન 4 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની દરેક કોર્ટને આદેશ આપ્યો છે કે કોર્ટના કોઈપણ સમારંભમાં ડો. આંબેડકરની તસ્વીરને સ્થાન આપવાનું રહેશે !

શું આ કિસ્સામાં જજે કોઈ કોગ્નિઝેબલ ગુનો કર્યો છે?

એટ્રોસિટી એક્ટની કલમ-3 (1) (V) કહે છે : “by words either written or spoken or by any other means disrespects any late person held in high esteem by members of the Scheduled Castes or the Scheduled Tribe; અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો કોઈપણ સ્વર્ગસ્થ વ્યક્તિને ઉચ્ચ આદર આપતા હોય, તેમને કોઈ પ્રકારે અનાદર કરે તો ગુનેગારને છ મહિનાથી ઓછી ન હોય તેટલી અને પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ થાય.”

નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો

Loading

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/feed/ 0 6515
Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/ http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/#respond Tue, 14 Sep 2021 16:21:54 +0000 https://revoltnewsindia.com/?p=2965 જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની…

The post Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહીની કરવામાં આવી માગ

જામકંડોરણા પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના પણ કરવામાં આવ્યા આક્ષેપ

જામકંડોરણા પોલીસ દ્વારા દલિત સમાજના આગેવાનું અપમાન કરતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા

જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવતા લોકો

Rajkot: જિલ્લાના જામકંડોરણામાં પોલીસ (Jamkandorana Police) દ્વારા ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. જેને લઈને જામકંડોરણા દલિત સમાજ દ્વારા આક્રોશ સાથે એક આવેદનપત્ર જામકંડોરણા મામલતદાર મારફત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવ્યું છે. દેશ અને રાજ્યમાં થોડા થોડા સમય પોલીસ અત્યાચારોની ઘટનાઓ સામે આવતી રહે છે.

ભોગ બનનાર વ્યક્તિ

જેના કારણે લોકોનો પોલીસ પરનો ભરોસો પણ તૂટતો હોય છે. થોડા મહિનાઓ પહેલા કચ્છમાં પણ પોલીસનો ક્રૂર ચહેરો સામે આવ્યો હતો. જેના કારણે સમગ્ર પોલીસ બેડાને નીચું જોવાનું થયું હતું. હવે જોવાનું રહ્યું કે આઝાદીના 75 વર્ષો પછી પણ પોલીસ કર્મીઓ ક્યારે માનવીય અભિગમ દર્શાવશે તે એક મોટો પ્રશ્ન છે!

નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના (ફાઇલ ફોટો)

નામદાર સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના પણ પોલીસ સ્ટેશનમાં થતા ટોર્ચર પર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

જામકંડોરણા દલિત સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે

ગત તા. 10/09/2021 ના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનના PSI ગોહિલ અને જમાદાર મયુર પટેલ દ્વારા દલિત સમાજના યુવાન લલિત બગડાને ખાનગી વાહનમાં લઈ જઈ તેની સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ કર્મી મયુર દ્વારા દલિત યુવાન લલિત ને પટ્ટા અને ઢીકા પાટુનો ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં યુવાનની આંખ 50% ડેમેજ અને જડબના ઉપરના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. યુવાનોને ગંભીર ઇજાઓ થતા તેને ડરીને જામીન પર છોડવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

2016 માં આવેલી અને પોલીસ ટોર્ચરની સત્ય ઘટના પર આધારિત અને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મનો ખિતાબ જીતી ચુકેલી તમિલ (Tamil) ફિલ્મ “Visaranai” નું આ બેનર છે.

આગળ આવેદનપત્ર મુજબ જણાવ્યું છે કે દલિત યુવાન લલિત બગડાને જામીન મળ્યા બાદ તેને શરીરમાં દુઃખાવો ઉપડતા તેને ધોરાજી ખાતેની સરકારી દવાખાના અને ત્યારબાદ જૂનાગઢના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. જ્યાં જામકંડોરણા પોલીસ દ્વારા 12/09/2021 ના રોજ બપોરના સમયે જૂનાગઢના સરકારી દવાખાના ખાતે લલિત બગડાનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં યુવાન દ્વારા તેઓને માર મારી જ્ઞાતિથી અપમાનિત
કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું નિવેદન આપવામાં આવેલ હતું.

આમ આ યુવાનના નિવેદન મુજબ અનુ.જાતિ અત્યાચાર નિવારણ ધારાની જોગવાઈ મુજબ ગુનો બનતો હોય તેનુ સ્ટેટમેન્ટ પી.એસ.આઈથી ઉતરતી કક્ષાના અધિકારી લઈ શકે નહી. આમ છતા જામકંડોરણા પોલીસ આ કાયદો જાણતી નહોય તેમ આ અધિનિયમની જોગવાઇ વિરૂધ્ધ હેડકોન્સ્ટેબલ દ્વારા આ યુવાનનુ નિવેદન લેવામા આવેલ હતુ.

જુઓ વિડીયો

જામકંડોરણા પોલીસ પર પોલીસ કર્મી મયુર પટેલનો બચાવ કરવાના લાગ્યા ગંભીર આક્ષેપો

દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ તુરત જ ગુનો દાખલ કરવાનો હોય છે. આમ છતા રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા પોતાના કમાઉ દિકરા પોલીસ જમાદાર મયુર પટેલને બચાવવા જાણે કોગ્નિઝેબલ (Cognizable)  અને નોન કોગ્નિઝેબલ (Non-cognizable)  ગુનાની તુરંત જ કાર્યવાહી પોલીસ ન જાણતી હોય તેમ તાત્કાલીક રજીસ્ટર કરવાની ફરીયાદને પી.આઈ. કક્ષના અધિકારીને ઇન્કવાયરી સોંપી દઈ સમગ્ર પ્રકરણ પર પાણી-ઢોળ કરતા હોય તેવું જણાવ્યું હતુ.

જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર પગલાં ન ભરાય તો આંદોલનની આપી ચીમકી

દલિત સમાજ જામકંડોરણા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે  આ બનાવમાં આ આવેદનપત્રથી 24 કલાકમાં ગુનો જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ  દાખલ કરવાની માગ કરવામાં આવી હતી તેમજ પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવાની માગ કરવામાં આવી હતી. તેમજ જો માગ ન સ્વીકારાય તો આંદોલન કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

Loading

The post Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/feed/ 0 2965
Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/ http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/#respond Fri, 06 Aug 2021 07:40:23 +0000 https://revoltnewsindia.com/?p=1945 ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો…

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
Art credit: Lokesh pooja ukey

ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો પુરી દુનિયા વાકેફ થઈ ચૂકી છે અને તેના પડઘા સમગ્ર ભારત અને દુનિયામાં પડ્યાં હતા.

થાનગઢમાં 2012માં થયેલા દલિત હત્યાકાંડમાં ત્રણ દલિત યુવાનોની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત દલિત અત્યાચારો કોઈ નવી બાબત નથી. દલિત યુવાનો મૂછો રાખે કે ઘોડી પર પણ બેસે ત્યારે પણ તેમના પર અત્યાચારો થવાની ઘટનાઓ કોઈ નવી બાબત નથી.

ઉત્તર ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા જ એક દલિત યુવાન જે પોતે દેશની સેનામાં સેવા આપતો હોય અને પોતાના લગ્નનો વરઘોડા કાઢવા માટે પોલીસ રક્ષણ લેવું પડતું હોય તો તેનાથી બીજી શરમજનક બાબત કઈ કહી શકાય ગુજરાત માટે?

Photo source: Social media

આવી બનતી અનેક દલિત અત્યાચારોની ઘટનાઓ અંગે મૌન સેવી લેતા જેતપુરના મોરચવાળા કથિત દલિત આગેવાનો દ્વારા નવી દિલ્હીમાં થયેલ ગેંગરેપની ઘટના અંગે આજે આવેદન આપતા જોવાયા હતા. જે લોકો ઊત્તરપ્રદેશના હાથરસકાંડ વખતે ઉંદરની જેમ દરમાં સંતાઈ ગયા હતા.

હવે આ મોરચાવાળા કથિત દલિત આગેવાનોનો અંતરાત્મા જાગ્યો કેમ ?

તાજેતરમાં જ નવી દિલ્હીમાં એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અમાનવીય ઘટનાને દેશના તમામ નાગરિકોએ વખોડવી જ જોઈએ. નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સારું કાઠું કાઢી રહી છે. જેના કારણે પણ જેતપુરના મોરચાવાળા કથિત દલિત આગેવાનો આવેદનો આપતા જોવા મળ્યા હોય શકે.

Loading

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/feed/ 0 1945
દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/ http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/#respond Sun, 07 Mar 2021 10:27:23 +0000 https://revoltnewsindia.com/?p=1607 શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર…

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન હેઠળના ભજપુરા ગામે 6 માર્ચ 2021 ના રોજ દલિત સમાજના દુર્લભ સુતરિયાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો; તેનો પોલીસ બંદોબસ્ત ગજબનો હતો : 1 DySP; 1 PI; 7 PSI; અને 60 પોલીસ કોન્સ્ટેબલ્સના બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો નીકળ્યો હતો ! કેટલાંક કહે છે કે વરઘોડો કાઢવો/સાફો બાંઘવો/મૂછો રાખવી વગેરે સામંતશાહીની નિશાનીઓ છે; એને છોડી દેવી જોઈએ. આવી દલીલ કરીને છટકી શકાય નહીં. સમાજનો ઉપલો વર્ણ દલિતો સાથે અપમાનજનક વર્તન કરી શકે નહીં. ઘોડી ઉપર બેસવું/સાફો બાંધવો એ માત્ર ઉપલા વર્ણના લોકોનો રિવાજ છે; જેનું અનુકરણ દલિતો કરી શકે નહીં; એવી દલીલ કરી શકાય નહીં.

આ સમય ભારતીય બંધારણના માનવીય ગૌરવનો છે; મનુસ્મૃતિનો નથી; આટલી સમજ આપણામાં કેમ ઊગતી નથી? 60 પોલીસ કર્મચારીઓ અને 9 પોલીસ અધિકારીઓ એક વરધઘોડા પાછળ રોકાય તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય.

ક્યાં સુધી પોલીસ બંદોબસ્ત હેઠળ દલિતોના વરઘોડા કાઢશો? પટેલો/ઠાકોર/કોળી વગેરે સમાજના લોકો પણ દલિત વરઘોડાનો વિરોધ કરે છે; તેમણે મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ. તેઓ ઉપલા ત્રણ વર્ણમાં આવતા નથી; છતાં શામાટે દલિતોનો વિરોધ કરતા હશે?

મોરારીબાપૂ/પાંડુરંગ શાસ્ત્રી/શ્રી શ્રી રવિશંકર/જગ્ગી વાસુદેવ વગેરેની મોટિવેશનલ વાતોથી સમાજ સુધરતો નથી; જો કંઈક પણ ફરક પડતો હોય તો દલિત વરઘોડા વખતે તોતિંગ પોલીસ બંદોબસ્ત રાખવાની જરુર જ ન રહે ! આ પ્રકારના અન્યાય બંધ ન થઈ શકે? શું માનવીય ગૌરવને હાનિ ન પહોંચે તે માટે કોઈ ઉપાય નથી? ઉપાય તો છે; પણ નિષ્ઠાનો અભાવ છે. એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટમાં સામૂહિક દંડ વસૂલ કરવાની પરફેક્ટ જોગવાઈ છે ! મારી દ્રષ્ટિએ જે ગામમાં/કસબામાં દલિત વરઘોડાનો વિરોધ કરવામાં આવે અને એ વરઘોડો જો પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવે તો; પોલીસ બંદોબસ્તનો સઘળો ખર્ચ ગામના બિનદલિતો પાસેથી વસૂલ કરવો જોઈએ; તો જ બિનદલિતોની માનસિકતામાં સુધારો થશે !

લેખક: રમેશ સવાની (પૂર્વ આઈજીપી ગુજરાત પોલીસ અને પૂર્વ આચાર્ય પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા)

Loading

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/feed/ 0 1607
Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/ http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/#respond Wed, 03 Mar 2021 18:04:38 +0000 https://revoltnewsindia.com/gondal-%e0%aa%85%e0%aa%a8%e0%ab%80%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a1%e0%ab%80-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%aa%be/ 150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી રાત્રે અનીડા દોડી ગયા: ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા: ખોબા…

The post Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં appeared first on REVOLT NEWS INDIA.

]]>

150 જેટલા લોકોના ટોળાએ ધોકા-પાઇપ વડે દલિત જૂથ પર હુમલો કર્યાનો આક્ષેપ, એસપી બલરામ મીણા મોડી રાત્રે અનીડા દોડી ગયા: ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા: ખોબા જેવડા ગામમાં જૂથ અથડામણના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : અજંપા ભરી શાંતિ: દલિત સમાજમાં ઉગ્ર રોષ :પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી

ગોંડલના અનીડા ગામે મતદાન વખતે થયેલા ડખ્ખા બાદ સરપંચ જુથ અને દલીત જુથ વચ્ચે બઘડાટી બોલી ગઇ હતી જેમાં એક મહીલા સહીત 4 લોકોને ઇજાઓ થતા રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. બનાવ બાદ દલીત સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ સહીતના ગામના 150 જેટલા લોકોના ટોળાએ ઘરમાં ઘુસી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ અને

ખુદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અનડા દોડી ગયા હતા.

હાલ સરપંચ સહીતના ટોળા સામે ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે.

રાત્રે જ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હાલ ખોબા જેવડા ગામમાં અજંપાપર શાંતી જોવા મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે અનીડા ગામના રહેવાસી અને મજુરી કરતા દલીત પરીવારના સાગરભાઈ હસમુખભાઇ વિઝુંડા (ઉ.વ. 18), હસમુખભાઇ વાલજીભાઇ વિઝુંડા (ઉ.વ.42), ચંપાબેન હસમુખભાઇ વિડા (ઉ.વ. 40) , રમેશભાઈ બઘાભાઈ રાઠોડ (ઉં.વ.42) ને અનીડા ગામના સરપંચ સામતભાઇ ભરવાડ, કુલદીપ પટેલ, હીતેષ ભાલોડીયા સહીત 40 જેટલા અજાણ્યા માણસોએ ધોકા-પાઇપ વડે ઢોર માર મારી ઇજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ અંગે દલીત પરીવારના સભ્યો તરફથી મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લા પંચાયત અને ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણી માટે તા. 28 ના રોજ અનીડા(ભાલોડી) ગામે મતદાન યોજાયું હતું.

ત્યારે મતદાન કરવા ગયેલા દલીત પરીવારના લોકો સાથે સરપંચ સહીતના રાજકીય લોકોએ બોલાચાલી કરી ગેરવર્તન કર્યુ હતુ. તે સમયે સાગરભાઇ વિંઝુડાએ વચ્ચે પડી ગેરવર્તન અંગે વિરોધ નોંધાવતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચૂંટણી મતદાન ચાલુ હોવાથી કોઇ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો.

પરંતુ પરીણામ આવી ગયા બાદ ગત રાત્રે સાગરભાઇ કોઇ વસ્તુ લેવા માટે ગામમાં નીકળ્યા હતા. ત્યારે પાંચેક લોકો સાથે મતદાનના દીવસની ઘટનાને લઇ બોલાચાલી-માથાકુટ થઇ હતી. સાગરભાઇ ત્યારબાદ ઘરે આવી ગયા હતા. પરંતુ અગાઉનું ચુંટણી મનદુ:ખ રાખી સરપંચ સહીતના લોકો 2 કાર , ચાર-પાંચ મોટર સાયકલ અને અન્ય લોકો મળી 10 જેટલા માણસોના ટોળાઓ ધોકા-પાઇપ વડે સાગરભાઇના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

ઘટનામાં દલીત પરીવારના ચાર સભ્યોને ઇજા પહોંચતા ગોંડલ સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. રાત્રે 11 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

બીજી તરફ ઘટના સ્થળે દલીત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવી ગયા હતા.

હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. અંદાજે રાત્રે બે-એક વાગ્યા સુધી એસપી બલરામ મીણા અનીડામાં જ રહયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી દ્વારા કાયદેસર કાર્યવાહી થવાની ખાતરી અપાઇ હતી. આ લખાઇ છે ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવા તજવીજ થઇ રહી છે.

હુમલાખોર ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી

અનીડા ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉશ્કેરાટમાં ફરી જુથ અથડામણ ન થાય તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે.

દલીત પરીવારના મહેશભાઇ વિંઝુડાએ કરેલા આક્ષેપ મુજબ સરપંચ સહીતના ટોળાએ હુમલો કર્યા બાદ ઘરમાં તોડફોડ કરી હતી અને ધમકીઓ આપી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Loading

The post Gondal: અનીડા (ભાલોડી) ગામે રહેતા દલિત પરીવાર પર સરપંચ જુથના લોકોએ હુમલો કરતા ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gujarat_rajkot_gondal_anida_attack_on_dalit_family/1555/feed/ 0 1555
જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/ http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/#respond Mon, 05 Oct 2020 13:38:13 +0000 http://revoltnewsindia.com/?p=1298 Report by Rahul Vegda, Jetpur ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતી કઈ બોલી ના શકે…

The post જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report by Rahul Vegda, Jetpur

ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત યુવતી કઈ બોલી ના શકે તે માટે તેની જીભ કાપી નાખવામાં આવી હતી, અને સમગ્ર મામલા પર પડદો પડી જાય તે માટે થઈને ઉત્તરપ્રદેશ પોલીસે પરિવારની પરવાનગી વગર જ પીડિત યુવતીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આવા જઘન્ય કૃત્ય પર ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસી રહી છે.


આ દુષ્કર્મ/હત્યા મામલે જેતપુર મેઘવાળ તેમજ વાલ્મિકી સમાજના યુવાનો સવારે ધરણા પર ઉતરી ગયા હતા.

આરોપીઓને ફાંસી દેવાના નારાઓ જોરશોરથી ઉચ્ચારવામા આવ્યા હતાં. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલી ઘટના સમગ્ર દેશમાં રોષ ફેલાઈ ગયો છે.

દોષીતોને સજા અપાવવા અને પીડિતાને ન્યાય અપાવવા દેશ ભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

ત્યારે આજે જેતપુર શહેર/તાલુકાના ભીમ સૈનિકો અને વાલ્મિકી સમાજના યુવાનોની જેતપુર સીટી પોલોસે અટકાયત કરી હતી.

Loading

The post જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/police-held-a-protest-dharna-stuck-jetpur/1298/feed/ 0 1298
દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/ http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/#comments Tue, 29 Sep 2020 10:07:46 +0000 http://revoltnewsindia.com/?p=1287 કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના આગેવાન અને…

The post દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

કચ્છના રાપરમાં દલિત અગ્રણી દેવજીભાઈ મહેશ્વરી(ઉં-50)ની હત્ત્યા; 25 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેરમાં છરી મારીને કરવામાં આવી. તેઓ એડવોકેટ હતા; ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન’ના આગેવાન અને ‘ઇન્ડિયન લૉયર્સ ઍસોસિયેશન’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા. સ્વાભાવિક છે કે સ્થાપિતહિતોને પેટમાં દુખે ! હત્યા કરનારની પાછળ કાવતરાખોર હોય છે. 

આ બધાને ત્વરિત એરેસ્ટ કરવાનું કામ પોલીસ માટે પડકારભર્યું હોય છે. દેવજીભાઈની અંતિમવિધિ કરવામાં આવી નથી; તેમના પત્ની મિનાક્ષીબહેન ધરણા ઉપર બેઠા છે; તેમની માંગણી છે કે ‘આરોપીઓને પકડો પછી જ અંતિમવિધિ કરીશું ! રાપરમાં જ્ઞાતિવાદનું વાતાવરણ છે. ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા દલિતો અને બક્ષીપંચના નબળા લોકોને મારવા-ઝૂડવાના બનાવો અવારનવાર બનતા રહે છે ! પોલીસ પગલાં લેતી નથી. અસામાજિક તત્વોને છૂટો દોર મળ્યો છે !’

પ્રશ્ન એ છે કે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર શામાટે આંદોલન/ધરણા કરે છે? આપણા તંત્રમાં/આપણી પોલીસમાં, દલિતોને કેમ ભરોસો નથી? આ કેસ IPC કલમ-302/120B/અને એટ્રોસિટી એક્ટ કલમ- 3 (2) (5) હેઠળ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. કેસની તપાસ માટે SIT-સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. છતાં દલિત પરિવારને સંતોષ નથી. કેમ? દલિતોને તંત્ર ઉપર વિશ્વાસ બેસે તેવું વાતાવરણ ઊભું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે; તે હકીકત છે. 

ઊનાકાંડમાં શરુઆતમાં પોલીસની ભૂમિકા કેટલી વરવી હતી; તે જૂઓ. થાનગઢ હત્યાકાંડમાં પણ દલિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાપરની આ ઘટના સામાન્ય નથી. એક જાગૃત એડવોકેટ/કર્મશીલની હત્યા કરીને હત્યારાએ અસંખ્ય દલિતોને ડરાવી દીધાં છે; એમને ન્યાયથી વંચિત કરી દીધાં છે. ગરીબ દલિતો હવે કઈ રીતે ન્યાય મેળવવા આગળ આવશે? સત્તાપક્ષના દલિત ધારાસભ્યોએ દલિતોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. વિપક્ષ વિરોધ કરે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે. કર્મશીલો અવાજ ઉઠાવે તો તેમની સામે તપાસ શરુ કરવામાં આવે છે. દલિતો પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર થાય; તેમને ન્યાય મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર આ ફરજ ચૂકે ત્યારે દલિતોમાં અસલામતીની ભાવના ઊભી થાય છે. ન્યાય નહીં મળે; એવી ભાવના દલિતોમાં ઊભી થઈ છે; એટલા માટે રેપ/હત્યાની પ્રત્યેક ધટનામાં ભોગ બનનાર દલિત પરિવાર આંદોલન/ધરણાનો સહારો લે છે. સમાજનો એક વર્ગ જ્યારે તંત્ર ઉપર વિશ્વાસ ગુમાવી દે તેવી સ્થિતિ ઊભી થાય તે સરકાર માટે કલંક સમાન ગણાય. જો સરકાર મનોમંથન નહીં કરે તો આંદોલન/ધરણાના બનાવો અટકશે નહીં.

સરકાર કેમ દલિતોમાં વિશ્વાસ પ્રગટાવી શકતી નથી? અમુક વર્ણ ઊંચો; અમુક વર્ગ નીચો, એવી રુઢિવાદી વિચારસરણી હોય ત્યાં દલિતોને ન્યાય ન મળે. ગાય પવિત્ર છે અને દલિત અપવિત્ર છે; એવી ફ્યુડલ માનસિકતાનું પ્રભુત્વ હોય ત્યાં દલિતોને અન્યાય થાય જ ! 

ગાંધીજીનો હત્યારો દેશભક્ત હતો; તેવો ઢોલ પીટવામાં આવે ત્યારે હત્યારાઓને પ્રોત્સાહન મળે ! આ સ્થિતિમાં; ઉપલા વર્ણના હત્યારાઓ, નીચલા વર્ણના લોકોની હત્યા કરવાનું વ્યાજબીપણું શોધી કાઢતા હોય છે ! સમાજે જાગવું પડશે. રામમંદિરના નામે છેતરનારાઓને ઓળખવા પડશે; મનુસ્મૃતિવાળી રૂઢિચુસ્ત વિચારધારાને તિલાંજલિ આપવી પડશે. નીચલા વર્ણોને કોઈ ધર્મગુરુ/ઘર્મસંસ્થા ન્યાય ન અપાવી શકે; માત્ર બંધારણ જ ન્યાય અપાવી શકે !

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post દલિત હત્યા પછી દરેક વખતે આંદોલન કેમ?: રમેશ સવાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/why-ramesh-savani-agitation-every-time-after-dalit-murder/1287/feed/ 2 1287
“જો ફાટકથી આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાઓ… યાદ રાખજો..!” ગોરીયો, ડિયો અને બીજા દલિત ક્રાંતિકારી યુવાનો તાડુક્યા http://revoltnewsindia.com/if-you-come-this-way-through-the-gate-dont-go-alive-remember-gorio-dio-and-other-dalit-revolutionary-youth/1260/ http://revoltnewsindia.com/if-you-come-this-way-through-the-gate-dont-go-alive-remember-gorio-dio-and-other-dalit-revolutionary-youth/1260/#respond Wed, 12 Aug 2020 12:06:34 +0000 http://revoltnewsindia.com/?p=1260 સુરેન્દ્રનગર આખું જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ક્યારે ક્યાં શું થશે એની કોઈને ખબર નહોતી. અફવાઓનું બજાર ગરમ હતું. તોફાનો ફાટી નીકળવાની પુરી દહેશત હતી. અંગ્રેજોના સમયનો એ…

The post “જો ફાટકથી આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાઓ… યાદ રાખજો..!” ગોરીયો, ડિયો અને બીજા દલિત ક્રાંતિકારી યુવાનો તાડુક્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

સુરેન્દ્રનગર આખું જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ક્યારે ક્યાં શું થશે એની કોઈને ખબર નહોતી. અફવાઓનું બજાર ગરમ હતું. તોફાનો ફાટી નીકળવાની પુરી દહેશત હતી.

અંગ્રેજોના સમયનો એ કેમ્પ (કાંપ) આજે સવર્ણો અને દલિતો અથવા તો… કહો કે અનામતનો વિરોધ કરનારા અને અનામતની તરફેણ કરનારા… એવા બે વર્ગમાં વહેંચાઈ ગયો હતો.

અનામત વિરોધી સવર્ણો જીદે ભરાયા કે રેલી તો દલિત વિસ્તારમાંથી જ નીકળશે…અને બાબાસાહેબના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ એ ત્રિસૂત્રને જીવનમંત્ર બનાવી ચૂકેલા દલિત ક્રાંતિકારી યુવાનોએ ખુલ્લી ચેતવણી આપી કે જો આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાવ… કાપી નાખીશું.

સમગ્ર ગુજરાતમાં અનામત વિરોધી આંદોલનો-તોફાનો ફાટી નીકળ્યા હતા. ઈ.સ.1985ના એ વર્ષમાં ગુજરાતમાં અનેક જગ્યાએ દલિતો ઉપર હુમલાઓ પણ થયા હતા.

એ સમયે સુરેન્દ્રનગરના દલિત સમાજમાં બે યુવાનોની આણ વર્તે. એક હતો ગોરા ભવાન ડાભી ઉર્ફે ‘ગોરીયો’ અને બીજો હતો ડાયા અમરશી જાદવ ઉર્ફે ‘ડિયો’. આ બન્ને હતા તો બધી રીતે પૂરા. (સમય આવ્યે આવા જ લોકો ક્રાંતિ કરે છે અને સમાજ માટે પોતાની જાત ન્યોછાવર કરતા હોય છે.) બીજા પણ કેટલાંક યુવાનો તેમની સાથે જોડાયેલા ખરા.

પહેલા આ બન્ને યુવાનો સાથે હતા, પરંતુ પછીથી બન્ને વચ્ચે મતભેદ સર્જાયો (એક મ્યાનમાં બે તલવાર તો કેમ રહે..!) અને બન્નેએ પોતપોતાની ગેંગ અલગ બનાવી. મેં તો એવું પણ સાંભળેલું કે ગોરીયાની આણ તો છેક અમદાવાદ સુધી પ્રવર્તતી હતી. ત્યાંના વેપારીઓ પણ ગોરીયાના નામ માત્રથી થરથર કાંપતા. ગરીબોનો આ બેલી અમીરોને ડરાવતો.

ડિયો પણ એટલોજ ખતરનાક. પોલીસવાળાને છરી મર્યાના અને ચીફ ઓફિસરને તેની જ ચેમ્બરમાં ફડાકા ઝીકયાના તેના ઉપર કેસ ચાલે. પાસામાં પણ અનેક વખત પુરાયેલ.

ટૂંકમાં, પોલીસ માટે આ બન્ને યુવાનો માથાનો દુઃખાવો.

લાગે છે ને કોઈ એક્શન ફિલ્મની સ્ટોરી…!!! ચાલો આ રીલ નહિ પણ રીયલ સ્ટોરીમાં આગળ વધીએ.

ગોરીયા અને ડિયા વચ્ચે સંઘર્ષ પણ થયા. એ વિસ્તારમાં પોતપોતાનું આધિપત્ય સ્થાપિત કરવા એકબીજા ઉપર હુમલાઓ પણ કરતા. એક વખત બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો. ગોરીયાના માણસોએ ડિયાના પાનનાં ગલ્લે બેઠેલા તેના નાના ભાઈ પ્રવીણ ઉપર હુમલો કરેલો. પ્રવીણ ગલ્લામાંથી કુદયો કે તરત તેના સાથળ ઉપર તલવાર અને પગમાં ધારીયાના ઘા પડ્યા. છતાં પ્રવીણ જીવ બચાવી ભાગીને ઘેર આવ્યો.

ઘરના બધા તેને દવાખાને લઈ જવાની તજવીજ કરતા હતા ત્યાં જ ડિયો રિવોલ્વર લઈ આવ્યો અને ‘આજ તો ગોરિયો ખતમ સમજો.’ એમ કહી ગયો ચોકમાં..! પણ પછી સમાજના લોકોએ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું.

આવી તો વારંવાર માથાકૂટ થતી રહેતી બન્ને વચ્ચે.

પરંતુ સમાજહિતની વાત આવે એટલે બધા મતભેદ ભૂલી આ બન્ને સાથે બેસી જતા. સમાજનો ગમે તે માણસ કામ લઈને જાય તો તરત જ એનું કામ થઈ જતું. ટૂંકમાં અમીરો કે વેપારીઓમાં ગુંડાની છાપ ધરાવતા ગોરીયો અને ડિયો દલિતો અને ગરીબો માટે તો મહાત્મા હતા… કહો કે સાક્ષાત ભગવાન હતા.

બાબાસાહેબ વિશે ભલે બહુ વાંચ્યું ન હોય પણ એ બન્નેના દિલમાં બાબાસાહેબના વિચારોનો વાસ હતો. ત્યારે આ લખનાર તો સુરેન્દ્રનગરમાં જીનતાન રોડ ઉપર આવેલ શાળા નંબર-12માં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ત્યારે આંબેડકર ચોકમાંથી નીકળો તો શાળા નંબર-13ની બીજા માળની છત ઉપરની દિવાલમાં વિશાળ અક્ષરોમાં વદળી રંગે એક સૂત્ર લખેલું.

“દુઃખની વાત છે કે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભારતમાં જનમ્યા હતાં, જો વિદેશમાં જનમ્યા હોત તો વિશ્વ વિભૂતિ ગણાત.” -ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ

બસ, આ સૂત્ર હું વાંચતો અને મને શેર લોહી ચડતું. ખબર નહિ પણ મારા આંબેડકરવાદી હોવાના મૂળ ત્યાં પડેલા છે.

સુરેન્દ્રનગરમાં ત્યારે ભરેલા અગ્નિ જેવું વાતાવરણ હતું. તોફાનો ફાટી નીકળવાની દહેશતથી સ્કૂલમાં રજા પડી ગઈ હતી. સમગ્ર ગુજરાતની જેમ સુરેન્દ્રનગરના દલિત વિસ્તારમાં પણ હુમલો કરવાની કેટલાક અનામત વિરોધી તત્વોની પેરવી હતી. જેની ગંધ દલિત યુવાનોને આવી ગયેલી. દલિતો પણ પોતાની પુરી તૈયારીમાં હતા.

પોલીસે બહુ સમજાવ્યા પણ અનામત વિરોધીઓ માન્યા નહિ અને રેલી ફાટકની આ બાજુ લાવવા જીદે ભરાયા. બીજી બાજુ દલિતો શું કરી શકે એમ છે તેની પોલીસને પુરેપુરી ખાતરી હતી. ભડકો થવાની પુરી શક્યતા હતી.

રેલી જેવી ફાટક પાસે પહોંચી કે તરત ગોરીયો અને ડિયો બન્ને સાથે મળ્યા અને પોતાના સાથીઓ સાથે અનામત વિરોધી રેલી ઉપર કાળ બનીને તૂટી પડ્યા. રેલી ઉપર થયેલ હુમલાથી નાસભાગ મચી ગઈ. તલવાર, ધારીયા, છરી, ગુપ્તિનો છૂટથી ઉપયોગ થયો અને રેલીમાં આવેલા અનેક અનામત વિરોધીઓને ઘાયલ કર્યા. આખા સુરેન્દ્રનગરમાં હાહાકાર મચી ગયો.

મુખ્યમંત્રી અમરશી ચૌધરીની ચેમ્બર સુધી ટેલિફોનની ઘંટડીઓ ઘણઘણી ઉઠી. ઑર્ડર છૂટ્યા. પોલીસને છુટ્ટો દોર મળ્યો. ગોરીયો અને ડિયો…જે આ આખા બનાવના મુખ્ય સૂત્રધાર હતા તેને કોઈપણ ભોગે પતાવી દેવાની તૈયારી સાથે જ આંબેડકર નગર-1ને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો.

બરાબર આજનો જ દિવસ હતો. 12 ઓગસ્ટ, 1985ની એ ગોઝારી સાંજ કેમેય કરી સુરેન્દ્રનગરના દલિતો ભૂલી નહિ શકે. પોલીસે આખા વિસ્તારને સવારથી જ ઘેરી લીધો હતો. કોઈ એ વાસમાંથી બહાર જઈ શકે કે પ્રવેશી શકે તેમ ન હતું. ચકલું પણ ફરકી ન શકે એવો ચુસ્ત બંદોબસ્ત. બહારના કોઈપણ લોકોને એ વિસ્તારમાં પ્રવેશ ન હતો. કરફ્યૂની સ્થિતિ.

PSI ચૌધરી અને તેનો પોલીસ કાફલો વાસમાં પ્રવેશ્યા. સાંજના પાંચેક વાગ્યાનો સમય હતો. ઉપરી અધિકારીને ઉપરથી સૂચના હતી કે પછી પોલીસ બદલો લેવા માંગતી હતી…ખબર નહિ. પરંતુ પોલીસનો ટારગેટ ગોરીયો અને ડિયો જ હતા.

વાતો પણ વહેતી થયેલી કે પોલીસ કોઇપણ ભોગે આ બન્ને જુવાનિયાઓનું એન્કાઉન્ટર કરવા માંગે છે. પુરી તૈયારી સાથેની હથિયાર ધારી પોલીસની આખી પલટન ઉતારવામાં આવી હતી. ઓપરેશન એન્કાઉન્ટર કોઈપણ ભોગે પાર પડવાનું જ હતું.

પોલીસ વાસમાં પ્રવેશી કે તરત ડિયો દેખાયો. તેના ઉપર ત્રણ રાઉન્ડ ફાયર થયા. પણ ડિયો મંદિર પાછળથી એક ઘરમાં ઘૂસવામાં સફળ થયો અને એમ બચી ગયો.

પોલીસ આગળ વધી. ત્યાં તો ગોરીયો ઘરની બહાર નીકળ્યો. બીજો કોઈ વિકલ્પ જ ન હતો. કુટેવ મુજબ પીધેલ પણ ખરો. પોલીસે જોયું કે ગોરીયો જ છે. કપડાં દાઢી અને દેખાવ ઉપરથી જ ઓળખાઈ ગયો.

પોલીસ ઓફીસરના મોં માંથી ઑર્ડર છૂટ્યો…
ફાયર….
ધાય…ધાય..ધાય… કરતી 303 બંદૂકમાંથી ત્રણ ગોળી છૂટી અને ગોરીયાની છાતી અને પેટને વીંધતી શરીર સોંસરવી નીકળી ગઈ. પેટમાં ઘુસેલી ગોળીએ પાછળ માંસનો મોટો લૉચો બહાર કાઢી નાખેલો. અને દલિતોનો સિંહ જમીન ઉપર ઢળી પડ્યો.

અમે જ્યારે આંબેડકરનગર નંબર-3માં સમાચાર સાંભળ્યા કે ગોરીયો પડ્યો ત્યાંતો ચારે બાજુ માતમ છવાઈ ગયો.

બીજે દિવસે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મર્યાદિત લોકોને સાથે રાખી સ્મશાનયાત્રા નીકળી. ‘શહીદ વીર ગોરા ભવાન અમર રહો’ના ગગનચુંબી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

પછી ઠેરઠેર ગોરા ભવાનને શ્રદ્ધાંજલિ આપવા શોક સભાઓ થઈ. ત્યારે સુરેન્દ્રનગરમાં બહુ મોટું દલિત સંમેલન પણ થયું. જેમાં ડૉ.દિનેશ પરમાર અને શાંતાબેન ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને આ બનાવની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી.

આજે ગોરભાઈની 34મી પુણ્યતિથિ છે. દલિત સમાજના આ રોબિનહુડને લોકો આજે પણ હોંશભેર યાદ કરે છે અને તેમની સમાજ પ્રત્યેની દાઝને સલામ કરે છે.

આ બનાવ પછી ડિયો એકલો પડી ગયો. એણે પણ પોતાની તોફાની પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવી સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાની શક્તિ વાળી. ડિયો પછી તો ડાયલાલ બની ગયા. મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી લડી સભ્ય બની સમાજિક પ્રવૃત્તિ આદરી.

આજે રાજ હોટલ ચોકમાં જે બાબાસાહેબનું સ્ટેચ્યૂ ઊભું છે તે ડાયાલાલને આભારી છે. તે ચોકમાં મ્યુ.પાલિકા બીજો કોઈ પ્રોજેકટ કરવાની તૈયારી કરી રહી હતી. કર્મચારીઓ સર્વે માટે આવ્યા ત્યારે ડાયલાલને ખબર પડી તો તે એ કર્મચારીઓ પાછળ છરી લઈ દોડ્યા. ડાયાલાલે કહ્યું કે અહીં તો અમારો બાપ જ બિરાજશે. અને પછી ત્યાં પાલિકા દ્વારા બાબાસાહેબની પૂર્ણકદની પ્રતિમા મુકવામાં આવી.

ડાયાલાલના અવસાન વખતે વરસતા વરસાદમાં પણ હજારો લોકો સ્મશાન યાત્રામાં જોડાયેલા. બે’ક દિવસ પછી ડાયાલાલના અવસાન સંદર્ભે મેં કેટલાક લોકોના પ્રતિભાવ લીધા તો એક વડીલે કહ્યું :

“શું બોલીએ, આજે આપણી સમાજ વિધવા થઈ ગઈ. આપણા સમાજનું છત્ર છીનવાઈ ગયું. ડાયાલાલ ફક્ત ચોકમાં બેઠા હોય તોય બહારના કોઈ આવારાતત્વની હિંમત નહોતી થતી કે આપણા સમાજ સામે આંખ ઉંચી કરીને જુએ. આપણા સમાજનો મોભ છીનવાઈ ગયો.”

એટલું કહ્યું ને એ વડીલની આંખો ચુવા લાગી.

આજે નવી પેઢીના અનેક યુવાનો સુરેન્દ્રનગરના દલિત સમાજનું પ્રતિનિધિત્વ કે નેતૃત્વ કરી રહ્યા છે પણ એ સૌ ક્રાંતિકારી યુવાનોના આદર્શ તરીકે ગોરીયો અને ડિયો કાયમ યાદ રહેશે.

શહીદ વીર ગોરા ભવાન ડાભી અમર રહો…
સમાજ હિતેચ્છુ ડાયાલાલ જાદવ અમર રહો…

લેખક: ડૉ.સુનીલ જાદવ (94287 24881)

Loading

The post “જો ફાટકથી આ બાજુ આવ્યા તો જીવતા નહિ જાઓ… યાદ રાખજો..!” ગોરીયો, ડિયો અને બીજા દલિત ક્રાંતિકારી યુવાનો તાડુક્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/if-you-come-this-way-through-the-gate-dont-go-alive-remember-gorio-dio-and-other-dalit-revolutionary-youth/1260/feed/ 0 1260