Gujarati News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarati-news/ News for India Tue, 26 Sep 2023 10:14:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gujarati News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarati-news/ 32 32 174330959 Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/ http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/#respond Sun, 10 Sep 2023 12:22:31 +0000 http://revoltnewsindia.com/?p=7740 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રિપોર્ટ: દિનેશ રાઠોડ,

Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત

જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી

આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.

Loading

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/feed/ 0 7740
Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/ http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/#respond Tue, 05 Sep 2023 04:46:54 +0000 http://revoltnewsindia.com/?p=7730 રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
symbolic image

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો

રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.

નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ

ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/feed/ 0 7730
ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/ http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/#respond Sat, 01 Jul 2023 13:33:13 +0000 https://revoltnewsindia.com/?p=7658 બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

બોટાદ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેસનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે ત્યારે આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ઓનલાઈન તીનપતી જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભવિષ્ય ખુબ જ સંકટમાં છે,

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવેલ પત્ર

આવી એપ્લીકેશનમાં જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓ અને યુવનો દેવામાં ડૂબી જતા હોય છે. અને આખરે તેઓ જીવન ટુકાવી દેતા હોય છે. હાલમાં તારીખ 30 જુનના રોજ રાજકોટમાં CAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન તીનપતી રમવાને કારણે દેવું થતા આત્મહત્યા કરેલ છે. અને આવા અઘટિત બનાવો ગુજરાતના વિવિધ જીલ્લામાં વારંવાર બનતા હોય છે તો આવી જુગારની ઓનલાઈન એપ્લીકેશન તેમજ ગુજરાતી ચેનલમાં આવતી તીનપતિ. રમી, વિમલ ગુટકા, દારૂ વગેરે, એડ ઉપર પણ તત્કાલ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિનંતી સહ ભલામણ છે.

Loading

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/feed/ 0 7658
Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ http://revoltnewsindia.com/rajkot-in-upleta-daughters-performed-fathers-funeral-and-gave-an-example-of-son-and-daughter-being-equal/7242/ Tue, 03 May 2022 07:14:44 +0000 https://revoltnewsindia.com/?p=7242 રાજકોટ (Rajkot) જીલ્લાના ઉપલેટા (Upleta) માં અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકની દીકરીઓ તેમજ મૃતકની બહેન દ્વારા કાંધ તેમજ સ્મશાનમાં અગ્નિદાહ આપીને તેમની અંતિમવિધિ (Funeral of Father) કરવામાં આવી હતી.

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ઉપલેટા (Upleta) શહેરના જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતુ. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમવિધિ (Funeral of Father) એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી અને સમાજમાં એક સંદેશો ફેલવાયો છે કે દીકરો-દીકરી (Equality between son and daughter)  એક સમાન હોય છે.

મૃતક જમનભાઈનું બીમારી સબબ અમદાવાદ (Ahmedabad) ખાતે અવસાન થયું હતું ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને દીકરીઓએ આપી હતી. અને સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો:

ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિની અવસાન થયું હતું. જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.

Loading

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7242
Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/ http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/#respond Fri, 06 Aug 2021 07:40:23 +0000 https://revoltnewsindia.com/?p=1945 ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો…

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
Art credit: Lokesh pooja ukey

ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો પુરી દુનિયા વાકેફ થઈ ચૂકી છે અને તેના પડઘા સમગ્ર ભારત અને દુનિયામાં પડ્યાં હતા.

થાનગઢમાં 2012માં થયેલા દલિત હત્યાકાંડમાં ત્રણ દલિત યુવાનોની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત દલિત અત્યાચારો કોઈ નવી બાબત નથી. દલિત યુવાનો મૂછો રાખે કે ઘોડી પર પણ બેસે ત્યારે પણ તેમના પર અત્યાચારો થવાની ઘટનાઓ કોઈ નવી બાબત નથી.

ઉત્તર ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા જ એક દલિત યુવાન જે પોતે દેશની સેનામાં સેવા આપતો હોય અને પોતાના લગ્નનો વરઘોડા કાઢવા માટે પોલીસ રક્ષણ લેવું પડતું હોય તો તેનાથી બીજી શરમજનક બાબત કઈ કહી શકાય ગુજરાત માટે?

Photo source: Social media

આવી બનતી અનેક દલિત અત્યાચારોની ઘટનાઓ અંગે મૌન સેવી લેતા જેતપુરના મોરચવાળા કથિત દલિત આગેવાનો દ્વારા નવી દિલ્હીમાં થયેલ ગેંગરેપની ઘટના અંગે આજે આવેદન આપતા જોવાયા હતા. જે લોકો ઊત્તરપ્રદેશના હાથરસકાંડ વખતે ઉંદરની જેમ દરમાં સંતાઈ ગયા હતા.

હવે આ મોરચાવાળા કથિત દલિત આગેવાનોનો અંતરાત્મા જાગ્યો કેમ ?

તાજેતરમાં જ નવી દિલ્હીમાં એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અમાનવીય ઘટનાને દેશના તમામ નાગરિકોએ વખોડવી જ જોઈએ. નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સારું કાઠું કાઢી રહી છે. જેના કારણે પણ જેતપુરના મોરચાવાળા કથિત દલિત આગેવાનો આવેદનો આપતા જોવા મળ્યા હોય શકે.

Loading

The post Jetpur: ગુજરાત અને દેશભરમાં છાસવારે બનતા દલિત અત્યાચારો અંગે મૌનીબાબા રહેતા મોરચાવાળા કથિત દલિત આગેવાનો અચાનક આવેદન આપતા જોવાયા! જાણો શા માટે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-alleged-dalit-leaders-with-a-front-in-maunibaba-have-been-seen-making-sudden-applications-regarding-dalit-atrocities-in-gujarat-and-across-the-country-find-out-why/1945/feed/ 0 1945
જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/ http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/#respond Sat, 19 Jun 2021 08:47:44 +0000 http://revoltnewsindia.com/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે…

The post જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે અરજદાર દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને કારોબારી ચેરમેન વિરુદ્ધ અરજી કરવામાં આવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પગલાં ન ભરાય તો ઊંચ કક્ષાએ કરશે રજુઆત પણ કરવામાં આવે તેવું જણાઈ આવ્યું છે.

જેતપુર તાલુકા પંચાયત યેનકેન પ્રકારે ચર્ચામાં રહેતી હોવાનું સામે આવતું હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળ દરમિયાન જ યોજવામાં આવી હતી. જેમાં મોટાપ્રમાણમાં મહિલાઓ ચૂંટાઈ આવી હતી અને જેતપુર તાલુકા પંચાયતના સંચાલનની જવાબદારી આવી હતી. પરંતુ ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ કામગીરી કરતા વિવાદ સર્જાયો છે જેમાં પેઢાલાના રહેવાસી મનગભાઈ વાલેરા દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ રૂપી એક અરજી કરવામાં આવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે પેઢલા ગામની તાલુકા પંચાયતની સીટ પરથી ભાવનાબેન ખૂંટ ચૂંટાઈ આવેલા હતા અને તેઓ હાલ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી ચેરમેન પદ હોઈ પરંતુ હાલ તેમની જગ્યાએ તેમના પતિ નવનિતભાઈ ખૂંટ કામગીરી કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

ચૂંટાયેલા મહિલા સભ્ય ગેરહાજર હોય ત્યારે તેમની જગ્યાએ તેમના પતિ હાજર ?

પેઢલાના સામાજિક કાર્યકર અને અરજદાર મગનભાઈ વાઢેર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો કારોબારી ચેરમેન ભાવનાબેન ખૂંટ પોતાને મળેલા અને લોકોએ આપેલા હોદ્દાનો પોતે ઉપયોગ કરી શકતા ન હોય તો પોતે રાજીનામુ આપી દેવું જોઈએ પરંતુ પોતાના પતિને સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવા જોઈએ તેવી પણ માંગ કરાઈ છે અને સાથે જ અરજદારે મીડિયાને જણાવ્યું હતું કે જો તાલુકા વિકાસ અધિકારી ગેરરીતિ અટકાવશે નહિ તો ઉપરી અધિકારીને પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જણાવેલ હતું.

જુઓ વિડિઓ:

Loading

The post જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/feed/ 0 1762
Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/ http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/#respond Tue, 11 May 2021 16:59:57 +0000 https://revoltnewsindia.com/dharampur-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2-%e0%aa%86%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0/ Valsad વલસાડ જિલ્લાના ધરમપુર Dharampur તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું Covid-10 Care Hospital ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ Gujarat State Governor આચાર્ય દેવવ્રત…

The post Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Valsad વલસાડ જિલ્લાના ધરમપુર Dharampur તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું Covid-10 Care Hospital ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ Gujarat State Governor આચાર્ય દેવવ્રત Acharya Devvrat અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાણીમાત્રના કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો-મહંતોને મન લોક-કલ્યાણ જ સર્વોપરી હોય છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સંતો-મહંતો અને ધર્મગુરુઓને યત્કિંચિત્ સહયોગ માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા રાજ્યપાલએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગ્રહભરી અપીલ કરી હતી. જે અપીલને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્થાપક રાકેશભાઈના માર્ગદર્શનથી “શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ” નામની નવી 150 બેડની હોસ્પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સિલન્સના સહયોગથી આજરોજ શરૂ કરવામાં આવી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના ટ્રસ્ટી વિજયભાઇ રૂપાણીએ કોવિડ કેર હોસ્પિટલની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરે આપણી ગ્રામીણ વસતીમાં પગપેસારો કર્યો છે. 150 બેડની આ હોસ્પિટલ આઈ. સી. યુ., ઑક્સીજન સપોર્ટ, વેન્ટિલેટરની સુવિધા તથા કુશળ ડોક્ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરની આરોગ્ય સેવાઓ તથા કોવિડ વાયરસ સામે લડવામાં મદદ કરશે.

Loading

The post Dharampur: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર કેન્દ્રનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/shrimad-rajchandra-hospital-kovid-care-center-inaugurated-by-dharampur-governor-acharya-devvrat/1679/feed/ 0 1679