GujaratNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratnews/ News for India Wed, 17 May 2023 17:54:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png GujaratNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratnews/ 32 32 174330959 Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/ http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/#respond Wed, 19 Jan 2022 16:29:41 +0000 http://revoltnewsindia.com/?p=5587 અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા,…

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા, ઉષાબેન પરમાર તેમજ યુથ કોંગ્રેસના એડવોકેટ અઝર રાઠોડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના (Amdavad Municipal Corporation) વિપક્ષના નવ નિયુક્ત યુવા નેતા શેહઝાદ ખાનને ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) ના અમલીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું છે ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2)?

બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરાના જણાવ્યા અનુસાર, ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) માં સ્પષ્ટ જણાવ્યું છે કે SC, ST અને OBC વર્ગના વિસ્તારોમાં પાણી, પુરવઠા, ગટર, સફાઈ, લાઈટના થાંભલા, તબીબી સહાય અને ગંદા વિસ્તારોની નાબુદી જેવી મૂળભૂત સગવડ અને તેવી બીજી બાબતોનો પ્રબંધ કરવાના હેતુ માટે કોર્પોરેશનની આવકના પ્રતિવર્ષ 10% રકમ આ વર્ગના વિકાસ માટે ફાળવવામાં આવે તેવી જોગવાઈ છે.

Loading

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/feed/ 0 5587
એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/#respond Mon, 10 Jan 2022 12:25:54 +0000 https://revoltnewsindia.com/?p=5402 જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર…

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર ગામમાંથી દેશી દારુનું દુષણ ડામવા માટે અરજ કરી હતી.

જુઓ વિડિઓ

ગામના લોકના જણાવ્યા અનુસાર સરધારપુર ગામમાં ઘણા લાંબા સમયથી દેશીદારુનું વેચાણ થતું હોય જેને લઈને ગામનું યુવાધન બરબાદ થતું હોય તેમજ પરિવારો પણ બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું.

સરધારપુર ગામવાસીઓના જણાવ્યાં અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ફરજ પરના નવનિયુક્ત  અધિકારી પીઆઈ તપન જાની દ્વારા ગામવાસીઓને શાંતીથી સાંભળ્યા હતા અને દેશી દારૂના દૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા માટે ખાતરી આપી હતી.

Loading

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/feed/ 0 5402
Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/ http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/#respond Sat, 08 Jan 2022 12:58:18 +0000 https://revoltnewsindia.com/?p=5368 જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની…

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબત એમ છે કે ક્રિએટીવ સ્યોર સજેશન નામના પ્રકાશને પોતાના એસ.વાય.બી.એ સેમેસ્ટર 3 ના પુસ્તકમાં બાબાસાહેબ આંબેડકર તેમજ અનુસૂચિત જાતિ અંગે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરેલ હતો. જે શબ્દ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવેલ છે.

જે શબ્દનો વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકમાં છાપી લાગણી દુભાવી હોય જે સંદર્ભે આવેદનપત્ર પાઠવી પબ્લિકેશન અને એડિટર સહિતના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું માનવીય ગૌરવ ન હણાય તેને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ 1999 માં એસસીડબ્લ્યુ-૧૯૯૦/૧૪૬૯/હ મુજબનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ હતો. આ આવેદનપત્ર આપવામાં જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ ગોવિંદ ડોબરીયા, વિદ્વાન વકીલ એલ.બી. જેઠવા, શૈલેષ સોલંકી અને પત્રકારમાં દિનેશ રાઠોડ, અજય જાદવ ઉપસ્થિત રહયા હતા.

Loading

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/feed/ 0 5368
Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/ http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/#respond Fri, 26 Nov 2021 17:21:18 +0000 https://revoltnewsindia.com/?p=4666 ઉપલેટાના ખારચીયા અને ભાયાવદર રોડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ભાયાવદરના રેલ્વે ફાટક નજીક કોઈ કાર પલ્ટી જતા ગાડીમા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનુ મોત થયું…

The post Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટાના ખારચીયા અને ભાયાવદર રોડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

ભાયાવદરના રેલ્વે ફાટક નજીક કોઈ કાર પલ્ટી જતા ગાડીમા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનુ મોત થયું છે

અકસ્માતમાં 26 વર્ષીય દીપ નવનીતભાઈ જીવાણી નામના યુવકનું થયું મોત થયું હોવાનું સામે આવ્યું

અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિનું મોત થયું છે

ભાયાવદર નજીક ગોળાઈમા ગંભીર અકસ્માત થયેલ

અકસ્માત ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

ઇજાગ્રસ્ત ત્રણ માંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

આ અકસ્માતને લઈને પરીવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Breaking ઉપલેટા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ થયા ઇજાગ્રસ્ત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/one-person-was-killed-and-three-others-were-injured-in-an-accident-near-upleta/4666/feed/ 0 4666
Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/ http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/#respond Tue, 26 Oct 2021 06:44:32 +0000 https://revoltnewsindia.com/?p=4036 જામનગર (Jamnagar) દરેડ જી.આઇ.ડી.સી. (GIDC) માં ગેરકાયદેસર દવાખાનું (Hospital) ચાલતાની જાણ એ એસ ઇ. એલ એમ જાડેજા તથા પો . કોન્સ જયદીપસિંહ જાડેજા ને થતાં માહિતીના આધારે PSI સી.એમ.કાંટેલિયા ના…

The post Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) દરેડ જી.આઇ.ડી.સી. (GIDC) માં ગેરકાયદેસર દવાખાનું (Hospital) ચાલતાની જાણ એ એસ ઇ. એલ એમ જાડેજા તથા પો . કોન્સ જયદીપસિંહ જાડેજા ને થતાં માહિતીના આધારે PSI સી.એમ.કાંટેલિયા ના અધ્યક્ષથાને રેડ કરતા હકીકત વરી જગ્યા એ એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ દિલીપ નથુભાઇના પ્રસાદ  ઉવ 58 ધંધો બોગસ ડોક્ટર રહે અવધ હોન્ડા શો રૂમ પાછળ પુષ્કર ધામ સોસાયટી તા.જી.જામનગર મુળ રહે તેલપા છુપરા ગામ જી , છપરા રાજ્ય બિહાર વાળાને જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો તથા મેડીકલના સાધનો કુલ મળી રોકડા રૂપીયા 2980/ – ના મુદામાલ સાથે પકડી એ.એસ.આઇ એમ , એલ.જાડેજા એ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/feed/ 0 4036
Jamnagar: ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી http://revoltnewsindia.com/the-7-gates-of-aji-4-dam-were-forced-to-open-12-feet-due-to-heavy-rains-in-jamnagar-uparvas/3395/ http://revoltnewsindia.com/the-7-gates-of-aji-4-dam-were-forced-to-open-12-feet-due-to-heavy-rains-in-jamnagar-uparvas/3395/#respond Thu, 30 Sep 2021 16:48:37 +0000 https://revoltnewsindia.com/?p=3395 જામનગર (Jamnagar) શહેરમાં 5 ઇંચ, કાલાવડ (Kalawad) માં 4 ઇંચ, લાલપુર (Lalpur) 5 ઇંચ, જામજોધપુર (Jamjodhpur) માં અઢી ઇંચ, સમાણા (Samana) ગામમાં 9 ઇંચ, મોટાખડબા ગામમાં 6 ઇંચ, શેઠવડાલાં 5…

The post Jamnagar: ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેરમાં 5 ઇંચ, કાલાવડ (Kalawad) માં 4 ઇંચ, લાલપુર (Lalpur) 5 ઇંચ, જામજોધપુર (Jamjodhpur) માં અઢી ઇંચ, સમાણા (Samana) ગામમાં 9 ઇંચ, મોટાખડબા ગામમાં 6 ઇંચ, શેઠવડાલાં 5 ઇંચ, વસઈ ગામમાં 4 ઇંચ.

જામનગરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી હતી.

જામનગર શહેરમાં બપોરના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકોની હાલાકી વધી હતી. થોડા દિવસ પહેલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

જેથી ફરીએકવાર જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોની ચિંતા વધી છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા આજી-4 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ભરપૂર આવક થતા ડેમના સાત દરવાજા 12 ફૂટ ખોલવામા આવ્યા હતા.

ડેમના હેઠવાસમાં આવતા બાલંભાસ, રણજીતપર, હીરાપર, મોરાણા, તારાણા, માધાપર, જામપર, માણામોરા, ભીમકટા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તાકીદ કરવામા આવી છે.

શહેરના મુખ્ય રોડ પર સુમસામ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અને નદીના પટમાં અવરજવર ન કરવા પ્રતિબંધ મૂક્યો છે અને તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા અડધો કલાક થયા શહેરમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્ર એક્શનમાં આવી ગયું છે.

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકો સ્થાનાંતર જગ્યાએ સ્થાઈ થઈ જાય ત્યારે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ જોવા મળી રહ્યું છે અને પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાઉન્ડ અને માઇક દ્વારા સુચના આપી રહ્યા છે.

જ્યારે રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં જેમકે દરેડ ચંદા ચેલા નવાનાગના જુનાનાગના સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર અને સાઉન્ડ દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-7-gates-of-aji-4-dam-were-forced-to-open-12-feet-due-to-heavy-rains-in-jamnagar-uparvas/3395/feed/ 0 3395
Jamnagar: લાલબંગલા સર્કલ પાસે કચરાના વાહને સર્જ્યો વધુ એક અકસ્માત http://revoltnewsindia.com/another-accident-involving-a-garbage-truck-near-jamnagar-lalbangla-circle/3393/ http://revoltnewsindia.com/another-accident-involving-a-garbage-truck-near-jamnagar-lalbangla-circle/3393/#respond Thu, 30 Sep 2021 16:38:49 +0000 https://revoltnewsindia.com/?p=3393 જામનગરના લાલબંગલા સર્કલમાં કચરાના વાહન માટે દોડાવાતી વધુ એક ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આ ગાદીએ આગળ જતી એક મોટરને પાછળથી ટક્કર માર્યા પછી સર્કલમાં આવેલી રેલીંગ પર ખાબકી હતી. જેના…

The post Jamnagar: લાલબંગલા સર્કલ પાસે કચરાના વાહને સર્જ્યો વધુ એક અકસ્માત appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગરના લાલબંગલા સર્કલમાં કચરાના વાહન માટે દોડાવાતી વધુ એક ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આ ગાદીએ આગળ જતી એક મોટરને પાછળથી ટક્કર માર્યા પછી સર્કલમાં આવેલી રેલીંગ પર ખાબકી હતી. જેના કારણે રેલીંગને નુકસાની થઈ હતી. સાત રસ્તા તરફથી આવતું આ વાહન વધુ સ્પીડમાં હોવાનું જાણવા મળ્યું હતું.

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાલબંગલા સર્કલ પાસે કચરાના વાહને સર્જ્યો વધુ એક અકસ્માત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/another-accident-involving-a-garbage-truck-near-jamnagar-lalbangla-circle/3393/feed/ 0 3393
Gujarat: પોલીસના મહિલા કોન્સ્ટેબલ દ્વારા જન્મ દિવસની કરાઈ પ્રેરણાદાયક ઉજવણી http://revoltnewsindia.com/inspirational-birthday-celebration-by-a-female-constable-of-gujarat-police/3343/ http://revoltnewsindia.com/inspirational-birthday-celebration-by-a-female-constable-of-gujarat-police/3343/#respond Thu, 30 Sep 2021 06:59:15 +0000 https://revoltnewsindia.com/?p=3343 જામનગર (Jamnagar)  સીટી.બી. ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable)  ચંદ્રિકા જાદવ એ પોતાના જન્મદિવસ નિમિત્તે જામનગરના સ્લમ વિસ્તાર (Slum Area)માં બોધિસત્વ ફાઉન્ડેશન (Bodhisatva foundation) દ્વારા ચાલતા માતા સાવિત્રીબાઈ ફુલે…

The post Gujarat: પોલીસના મહિલા કોન્સ્ટેબલ દ્વારા જન્મ દિવસની કરાઈ પ્રેરણાદાયક ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar)  સીટી.બી. ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable)  ચંદ્રિકા જાદવ એ પોતાના જન્મદિવસ નિમિત્તે જામનગરના સ્લમ વિસ્તાર (Slum Area)માં બોધિસત્વ ફાઉન્ડેશન (Bodhisatva foundation) દ્વારા ચાલતા માતા સાવિત્રીબાઈ ફુલે પ્રશિક્ષણ કેન્દ્રના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરેલી અને કલાસના તમામ બાળકોને એજ્યુકેશન કીટ ભેટમાં આપેલી હતી. જેનાથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને એજ્યુકેશન સપોર્ટ મળી રહ્યો હતો અને સાથે જ અન્ય ખર્ચાળ જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પણ એક પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો. જે બદલ બોધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માન સાથે શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી.

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Gujarat: પોલીસના મહિલા કોન્સ્ટેબલ દ્વારા જન્મ દિવસની કરાઈ પ્રેરણાદાયક ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/inspirational-birthday-celebration-by-a-female-constable-of-gujarat-police/3343/feed/ 0 3343