Revolt News India Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/revolt-news-india/ News for India Wed, 31 Jan 2024 18:28:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Revolt News India Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/revolt-news-india/ 32 32 174330959 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/ http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/#respond Wed, 31 Jan 2024 18:28:04 +0000 http://revoltnewsindia.com/?p=7874 રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો 09થી…

The post મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો 09થી 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12ના અભ્યાસ માટે રૂ. 25 હજારની નાણાંકીય સહાય મળવાપાત્ર

આ વર્ષ માટે વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરી શકશે

Rajkot: તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-09માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

જે અંતર્ગત દર વર્ષે રાજયના 25 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના 1054જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા હતાં.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે. ધોરણ-01થી 08માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-08નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

વધુમાં બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE Act, 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 06થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-01માં પ્રવેશ મેળવીને ધોરણ-08 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

શિષ્યવૃત્તિ માટે પરીક્ષા દ્વારા પસંદ થયેલ વિદ્યાર્થીને સ્કોલરશીપનો લાભ ધોરણ 09થી શરૂ કરીને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી મળે છે. આ અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી નાપાસ થાય, શિક્ષણ છોડી દે કે ગંભીર શિસ્તભંગ કરે તો નિયમાનુસાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

નિયત ધારાધોરણ મુજબની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 25 હજારની નાણાંકીય સહાય આપવામાં આવે છે.

સરકારી અથવા કોઈ પણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 06 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 07 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ આપવામાં આવે છે.

આ પરીક્ષા માટે કોઈ ફી આપવાની રહેતી નથી. વિદ્યાર્થી નિ:શુલ્ક અંગ્રેજી કે ગુજરાતી પૈકી પોતે પસંદ કરેલ માધ્યમમાં પરીક્ષા આપી શકે છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી (MAT) અંતર્ગત 40 પ્રશ્નો અને શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT) અંતર્ગત 80 પ્રશ્નો એમ કુલ મળીને 120 એમ.સી.કયુ. પ્રકારનાં પ્રશ્નોના 150 મિનીટની સમય મર્યાદામાં જવાબ આપવાના હોય છે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર હોય છે. બૌધ્ધિક યોગ્યતા કસોટીમાં એનાલોજી, વર્ગીકરણ, ન્યુમેરિકલ સીરીઝ, પેટર્ન, છુપાયેલી આકૃતિનાં ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો હોય છે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ-૮ના અભ્યાસક્રમનાં ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વિષયના પ્રશ્નો હોય છે.

આ પરીક્ષા માટે ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ માટે સરકારી તેમજ અનુદાનિત પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ શાળા દ્વારા https://schoolattendancegujarat.in/ પર અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જાતે અથવા શાળા દ્વારા http://sebexam.org/ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તા.29/01/2024થી તા. 09/02/2024 સુધીમાં અરજી કરી શકશે. આ યોજનાની પરીક્ષા 30 માર્ચ 2024ના રોજ લેવાશે.

પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરીટ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. નિયામક, શાળાઓની કચેરી દ્વારા આ વિદ્યાર્થીઓની ખરાઈ કરીને સ્કોલરશીપની રકમ ડીબીટી દ્વારા તેમના ખાતામાં આપવામાં આવે છે.

આ યોજનાની વિસ્તૃત વિગતો https://gssyguj.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા અંગેની અપડેટ્સ તેમજ પરિણામ અને મેરીટ લીસ્ટ http://sebexam.org વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે.

આ માટે સમયે સમયે વેબસાઈટની મુલાકાત લેવી. આ વર્ષે સ્કોલરશીપ માટે નવા લાયક વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે.

Loading

The post મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/feed/ 0 7874
Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/#respond Wed, 31 Jan 2024 13:12:02 +0000 https://revoltnewsindia.com/?p=7864 નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા…

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા જેતપુર શહેર મામલતદાર વી.એન. ભારાઈ મારફત ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાબતના સીસીટીવી ફૂટેજનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાએ ઘટના વાળા વિસ્તારના લાગુ પડતા પોલીસ અધિકારીનો સંપર્ક કરી આ બાબતે જો કોઈ ભોગ બનનાર ફરિયાદી ન બને તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પોતે ફરિયાદી બનવું જોઈએ.

તેવું જણાવતા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પત્રકાર તુષાર બસીયા પર જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવેલ હોય. પોતાના જીવના જોખમે સાચી વાતને રાષ્ટ્ર અને માનવ સમાજના કલ્યાણ માટે મીડિયાના માધ્યમથી અનેક પડકારો અને જોખમો વચ્ચે દિવસ રાત સતત પોતાની ફરજ નિભાવનાર પત્રકારને આવું ઇનામ મળશે તેવી કલ્પના શુદ્ધા નહીં કરી હોય.

ત્યારે આવા બનાવથી પત્રકારો કે જે લોકશાહીનો ચોથો સ્તંભ હોય અને લોકશાહીને ટકાવવા માટે જ્યારે પોતાની ફરજ નિભાવતા હોય છે, ત્યારે આવી બાબતને કારણે પત્રકારજગતમાં આક્રોશ વ્યાપ્યો હોય.

જેને લઇને આપશ્રીને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા એવી વિનમ્ર માંગ છે કે પત્રકાર તુષાર બસિયા વિરૂદ્ધ કરવામાં આવેલ એફ.આઈ.આર.ની સી સમરી રિપોર્ટ કરવા માટે આપની કક્ષાએથી હૂકમ થઈ આવવા વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર સંઘ જેતપુર દ્વારા જે માંગ કરવામાં આવી છે તેવી જ માંગ ગુજરાતભરના પત્રકારો પણ કરી રહ્યા છે.

Loading

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/feed/ 0 7864
Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/ http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/#respond Tue, 19 Dec 2023 10:10:32 +0000 https://revoltnewsindia.com/?p=7836 Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક…

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવતા હાલ આ દલિત યુવાન હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

શું છે પૂરો મામલો

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામના વતની અને હાલ વંથલી તાલુકાના કણજા ગામે રેતીના ફેરા કરવા માટે ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બિપિન જયસુખભાઈ પરમાર (32) ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર દલિત યુવાન બિપિન જયસુખભાઈ પરમાર વંથલી તાલુકાના કણજા ગામે પ્રદીપ મિયાત્રાના રેતી ચારવાના ચારણે આવેલા મકાનમાં રહે છે.

આ પણ વાંચો: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ

ભોગ બનનાર દલિત યુવાન બિપિન કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ હતો. ત્યારે એક ગ્રાહકે તેને રેતીના ફેરાનો ભાવ પૂછ્યો હતો. આ ગ્રાહક કેશોદ તાલુકાના મંગલપુર ગામના સતિશ મરઢ અને અર્જુન પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી બિપિન પાસેથી રેતી લે છે તેવું તેઓને જણાઈ આવ્યું હતું.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિનને ફોન કરીને તું કેમ રેતીના ફેરાના ભાવ ઓછા કરીને ભાવ બગાડે છે. તેમ કહીને ગાળા-ગાળી કરી હતી.

બાદમાં આ ખનીજ માફિયાઓ દ્વારા કણજા ગામ પાસે એસયુવી ગાડીમાં આવીને આ અત્યાચારનો ભોગ બનનાર યુવાન બિપિનને આંતરીને બેફામ રીતે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.

જેના કારણે દલિત યુવાન બિપિનના પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ગુંડાઓ દ્વારા દલિત યુવાન બિપિનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

તેમજ આ યુવાનને જાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બિપિનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

વંથલી પોલીસે દલિત યુવાન બિપિનની ફરિયાદ લઈને પાંચેય ગુંડાઓ વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ મુજબ ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી ડી વી કોડિયાતર ચલાવી રહ્યા છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

આ પણ વાંચો: દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

FIR મુજબ આરોપીઓના નામ

  1. સતિશ મરંઢ આહીર
  2. અર્જુન મરંઢ આહીર
  3. તથા તેની સાથે સ્કોર્પિયોમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો.

કઈ-કઈ કલમો મુજબ ગુનો થયો દાખલ

જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં આઇપીસી 326, 325, 249(b),506(2),143,147,148,149,120(b). તેમજ અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ સેક્શન 3(2)(v),3(1)(r),3(1)(s) અને જીપી એક્ટ મુજબ સેક્શન 135 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં તા. 14/12/2023ના રોજ FIR દાખલ થયેલ છે.

ઉલ્લેખનીય છે કે IPC, SC/ST act જેવા કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં એક બાદ એક દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જાણે ગુનેગારોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

Loading

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/feed/ 0 7836
આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં કરાયું, બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ http://revoltnewsindia.com/statue-of-babasaheb-dr-ambedkar-unveiled-by-president-droupadi-murmu-at-supreme-court-complex/7798/ http://revoltnewsindia.com/statue-of-babasaheb-dr-ambedkar-unveiled-by-president-droupadi-murmu-at-supreme-court-complex/7798/#respond Sun, 26 Nov 2023 14:05:12 +0000 https://revoltnewsindia.com/?p=7798 Statue of Dr Babasaheb Ambedkar: સુપ્રીમ કોર્ટ (Supreme Court Of India)ના ઈતિહાસમાં આ વખતનો બંધારણ દિવસ (National Constitution Day 2023) પણ અલગ છે. દેશના મોટા ભાગના સ્થળોએ દરેક નાના-મોટા શહેર,…

The post આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં કરાયું, બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ વખતનો બંધારણ દિવસ પણ અલગ છે. દેશના મોટા ભાગના સ્થળોએ દરેક નાના-મોટા શહેર, નગર અને ગામડાઓમાં બાબાસાહેબ ડો. આંબેડકર

Statue of Dr Babasaheb Ambedkar: સુપ્રીમ કોર્ટ (Supreme Court Of India)ના ઈતિહાસમાં આ વખતનો બંધારણ દિવસ (National Constitution Day 2023) પણ અલગ છે. દેશના મોટા ભાગના સ્થળોએ દરેક નાના-મોટા શહેર, નગર અને ગામડાઓમાં બાબાસાહેબ ડો. આંબેડકર (Dr Baba Saheb Ambedkar)ની પ્રતિમા હાથ ઉંચા કરીને લોકોને આગળ વધવાની પ્રેરણા આપતી જોવા મળે છે. ન્યાયશાસ્ત્રી ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud)ની પહેલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ ફૂટ ઊંચા આધાર પર ડૉ. આંબેડકરની સાત ફૂટ ઊંચી પ્રતિમા વકીલના પોશાકમાં છે. તેમણે વકીલની જેમ ગાઉન અને બેન્ડ પહેર્યા છે અને એક હાથમાં બંધારણની નકલ છે.

આ પણ વાંચો: ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે!

આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં ઈતિહાસ રચાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ. એટલે કે બંધારણના પ્રહરીના આંગણે બંધારણના નિર્માતા. 26 નવેમ્બર 1949ના રોજ, બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આપણે 2015થી બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ?

સુપ્રીમ કોર્ટ સંકુલમાં અત્યાર સુધીમાં બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. એક છે મધર ઈન્ડિયા (Mother India)નું ભીંતચિત્ર જે ભારતીય મૂળના બ્રિટિશ કલાકાર ચિંતામણિ કાર દ્વારા બનાવવામાં આવ્યું છે. બીજી પ્રતિમા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની બ્રિટિશ શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્રતિમા ભારતમાં જન્મેલા અને ભારતીય નાગરિક કલાકાર નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ

સુપ્રીમ કોર્ટ સંકુલમાં ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૂચન કર્યું હતું કે, પ્રતિભાશાળી યુવાનોને પસંદ કરવા અને ન્યાયતંત્રના નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર સુધી તેમની પ્રતિભાને નિખારવા માટે અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચના કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધતા, તેમણે પ્રકાશ પાડ્યો કે પૈસા અને ભાષા લોકોને ન્યાય મેળવવામાં અવરોધો તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે ન્યાયની પહોંચ સુધારવા માટે સમગ્ર વ્યવસ્થાને નાગરિક કેન્દ્રિત બનાવવાની જરૂર છે.

આ પણ વાંચો: Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

Loading

The post આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં કરાયું, બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/statue-of-babasaheb-dr-ambedkar-unveiled-by-president-droupadi-murmu-at-supreme-court-complex/7798/feed/ 0 7798
Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/ http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/#respond Sat, 18 Nov 2023 14:32:31 +0000 https://revoltnewsindia.com/?p=7794 રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા

Dinesh Rathod, Jetpur
Rajkot News: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો (Migrant laborers) દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચરે કરેલા આદેશો મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ કારખાના, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલા

તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટએ પોતાના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો, ભાગીયા હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટના ભાગીયા, કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી નિયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશન (Police Station)ને રજૂ કરવાનું રહેશે. તા. 31/12/2023 સુધી અમલમાં રહેનાર આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot News: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-news-collectors-order-to-inform-the-details-of-migrant-laborers-in-the-police-station-dr/7794/feed/ 0 7794
Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/ http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/#respond Fri, 03 Nov 2023 13:57:05 +0000 https://revoltnewsindia.com/?p=7788 Dinesh Rathod,Jetpur: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા…

The post Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા

Dinesh Rathod,
Jetpur: રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. 22/11/2023, બુધવારના રોજ 11:00 કલાકે, મામલતદારની કચેરી, તાલુકા સેવા સદન, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા લોકોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે.

અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી” એમ લખવાનું રહેશે.

એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા. 10/11/2023 સુધીમાં રજૂ કરવી. ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ, તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ.પી.અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

The post Jetpur News: જેતપુરમાં આ તારીખે યોજાશે “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/taluka-swagat-program-will-be-held-in-jetpur-on-this-date-rni/7788/feed/ 0 7788
Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/#respond Thu, 05 Oct 2023 13:54:49 +0000 http://revoltnewsindia.com/?p=7758 ગોંડલ તાલુકાના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/feed/ 0 7758
Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/ http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/#respond Sun, 10 Sep 2023 12:22:31 +0000 http://revoltnewsindia.com/?p=7740 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રિપોર્ટ: દિનેશ રાઠોડ,

Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત

જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી

આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.

Loading

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/feed/ 0 7740
Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/ http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/#respond Tue, 05 Sep 2023 04:46:54 +0000 http://revoltnewsindia.com/?p=7730 રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
symbolic image

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો

રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.

નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ

ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/feed/ 0 7730